રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂ. સરસંઘચાલક મોહનજી ભાગવત દ્વારા ડૉક્ટર હેડગેવાર ભવન લોકાર્પણ કરાશે

ડોક્ટર હેડગોવર સ્મારક સમિતિ ગુજરાત દ્વારા નવનિર્મિત ડોક્ટર હેડગેવાર ભવનના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમોની માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ડોક્ટર હેડગેવાર સ્મારક સમિતિ ગુજરાતના ટ્રસ્ટી શ્રી અમૃતભાઇ કડીવાળા, શ્રી ભાનુભાઇ ચૌહાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સહ પ્રચાર પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઇ મોજીદ્રા ઉપÂસ્થત રહ્યા હતા.
આ પત્રકાર પરિષદને સંબોધિત કરતા ડોક્ટર ગેડગેવાર સ્મારક સમિતિ ગુજરાતના ટ્રસ્ટી શ્રી અમૃતભાઇ કડીવાળાએ જણાવ્યું હતું કે આ ભવનનું નિર્માણ પ્રાંતના સર્વે કાર્યકર્તાઓ અને સમાજના સહયોગથી થયું છે.ભવનની રચનાની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ ભવનમાં પા‹કગ માટે બે બેઝમેન્ટ છે. પ્રથમ માળે ૩૦૦ વ્યÂક્તઓ બેસી શકે તેવો એક અધ્યતન હોલ છે. બીજા ત્રીજા માળ પર ૬૦ થી ૧૦૦ વ્યÂક્ત માટેના હોલ છે. તે સિવાય એક લાઇબ્રેરી પણ બનાવી છે. ભવનના ૪-૫ માળે નિવાસ માટેના કક્ષ છે. તે સિવાય ભવિષ્યમાં સૌર ઉર્જાના ઉપયોગનું આયોજન કરવામાં આવેલ છે. વરસાદી પાણીનો સંચય, પાણીનું શુદ્ધિકરણ કરીને ટોયલેટના કલશમાં ઉપયોગ કરવાના છીએ.
આ પ્રકારની પર્યાવરણીય સુવિધા સાથેના આ ભવનનું વાસ્તુપર્જન યજ્ઞ તા. ૧૪-૨-૨૦૨૦ના રોજ થવાનો છે સાથે સાથે ગૌ પુજનનો કાર્યક્રમ પણ કરવાના છે. એજ દિવસે સાંજે સામાજિક અગ્રણીઓ ઉપÂસ્થતીમાં ભારત માતાની આરતી થવાની છે. તા. ૧૫-૨-૨૦૨૦ના રોજ સવારે ૯-૧૫ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પુ. સરસંઘ ચાલક માનનીય મોહનજી ભાગવત દ્વારા ભારત માતા સમક્ષ દિપ પ્રજ્વલન કરીને ભવન પ્રવેશ થવાનો છે. સવારે ૧૦-૩૦ કલાકે ભવન નિર્માણ સાથે સંકળાયેલા તથા ટ્રસ્ટે આપેલ કેટલાક વિશેષ નિમંત્રિતોની ઉપÂસ્થતિમાં આજ ભવનના હોલમાં લોકાર્પણનો કાર્યક્રમ મોહનજી ભાગવતના હસ્તે થશે.
શ્રી હિતેન્દ્રભાઇ મોજીદ્રાએ (સહ પ્રચાર પ્રમુખ, રા.સ્વ.સંઘ-ગુજરાત પ્રાંત) આ અવસરે આયોજિત થનાર કાર્યક્રમોની માહિતી આપી હતી.

Related posts

Leave a Comment